Sanskrit iks
નામ : માણિયા મનસ્વી અરવિંદ ભાઈ
વર્ગ : fy . BA .sem 1
વિષય : સંસ્કૃત ( iks)
રોલ નં : 31
કોલેજ : ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ ગઢડા (સ્વા )
માર્ગદર્શક : વિમળા બેન
# આધુનિક સમયમાં શ્રીમદ્ ભગવત ગીતાનું મહત્વ :
પ્રસ્તાવના :
ભારતીય સંસ્કૃતિ અને સાહિત્ય અનેક ગ્રંથો રચાયા છે, પરંતુ શ્રીમદ્ ભગવદ્ ગીતા એ સમયાતીત અને સર્વ માન્ય ગ્રંથ છે. મહાભારતના યુદ્ધ સમયે, જ્યારે અર્જુન ધર્મ સંકટ માં ફસાઈ ગયા હતા, ત્યારે શ્રીકૃષ્ણ તેમને જેમ અમૂલ્ય ઉપદેશ આપ્યો તે જ શ્રીમદ્ ભગવત ગીતા તરીકે ઓળખાય છે. ગીતા કોઈ એક ધર્મ, પંથ કે સમાજ માટે સીમિત નથી, પરંતુ આખી માનવજાત માટે માર્ગદર્શક છે. એ ગ્રંથ જીવન જીવવાની કળા, ફરજ, સત્ય, ધર્મ, ભક્તિ અને જ્ઞાનના સર્વોચ્ચ સિદ્ધાંતો રજુ કરે છે. ગીતામાં માત્ર આધ્યાત્મિક જ્ઞાન જ નથી, પરંતુ વ્યવહારિક જીવન માટે પણ માર્ગદર્શક છે.
આજના યુગમાં, જ્યાં માણસે ભૌતિક પ્રગતિના શિખરો સર કર્યા છે, ત્યાં તે આંતરિક શાંતિ ગુમાવી બેઠો છે. આધુનિક જીવનમાં સ્પર્ધા, તણાવ, લાલચ, અસમાનતા ને ભ્રષ્ટાચાર વધ્યા છે. દરેક માણસ જીવનના કોઈને કોઈ સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. આવા સમયમાં ગીતાનો ઉપદેશ માર્ગદર્શક પ્રકાશ સમાન છે. શ્રીકૃષ્ણ કહ્યું છે : કર્મણીએ વાધિકા રસ્તે મા ફલે શું કદાચ ન એટલે કે મનુષ્યનો અધિકાર માત્ર પોતાના કર્મ પર છે ફળ પર નહીં. આ સૂત્ર માનવને નિષ્ઠાપૂર્વક કામ કરવા પ્રેરિત કરે છે અને ચિંતા ભય અને નિષ્ફળતા માંથી મુક્ત કરે છે.
પ્રસ્તાવના રૂપિયા કહી શકાય કે ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ તે એક જીવન દર્શન છે તે દરેક યુગમાં એટલી જ પ્રસંગીક છે તેટલી મહાભારતના યુદ્ધ સમય હતી. આધુનિક સમયમાં ગીતા નું મહત્વ વધી ગયું છે, કારણ કે તે માણસને જીવનના તોફાનોમાં સ્થિર રહેવાની શક્તિ આપે છે અને સાચા ધર્મ માર્ગ પર આગળ વધવાની પ્રેરણા આપે છે.
❇ ગીતા નો પરિચય :
શ્રીમદ્ ભગવત ગીતા હિંદુ ધર્મનો એવો અમૂલ્ય ગ્રંથ છે જેને માત્ર ધાર્મિક ગ્રંથ તરીકે જ નહીં પરંતુ જીવનના સર્વોચ્ચ દર્શક તરીકે પણ માનવામાં આવે છે. આ ગ્રંથ મહાભારતના ભીષણ યુદ્ધ દરમ્યાન રચાયો હતો. ચારે અર્જુન પોતાના સગા સંબંધી, ગુરુ અને મિત્રો સમય યુદ્ધ કરવા માટે તૈયાર ન હતા, ત્યારે તેમના મનમાં અતિશય સંકટ ઊભું થયું. તે સમયે શ્રીકૃષ્ણ તેમને કર્તવ્ય સ્મરણ કરાવ્યું અને જીવન, આત્મા, ધર્મ અને ભક્તિના વિષયો પર માર્ગદર્શન આપ્યું. એડ નંબર આગળ ચાલી શ્રીમદ્ ભગવત ગીતા તરીકે લોકપ્રિય થયો.
કેતા કુલ 18 અધ્યાય અને આશરે 700 લોકો ધરાવે છે. દરેક અધ્યાય જીવનના એક અલગ પાસાને સમજાવે છે. તેમાં કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિ યોગ, સંન્યાસ યોગ જેવા વિષયોનો સમાવેશ થાય છે. ગીતા આપણને શીખવે છે કે મનુષ્ય જીવનનું માત્ર ભૌતિક સુખ મેળવવા માટે નથી, પરંતુ પોતાના આત્મજ્ઞાન અને કર્તવ્ય નિષ્ઠા દ્વારા ઉત્તમ જીવન જીવવા માટે છે. ગીતા એ પણ સમજાવે છે કે મનુષ્ય પોતાના કર્મ કરવા જોઈએ, કારણકે પર તેનો કોઈ અધિકાર નથી. આ સિદ્ધાંત આજના સમયમાં પણ એટલો જ ઉપયોગી છે જેટલો યુદ્ધ મથક પર હતો.
ગીતાનો સૌથી મોટો ગુણ એ છે કે તે સર્વ માન્ય છે. તે માત્ર હિન્દુઓ માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે પ્રેરણાનું સ્ત્રોત બને છે. મહાત્મા ગાંધીજી, બાલ ગંગાધર તિલક, વિવેકાનંદ એવા અનેક મહાનુભાવો એ ગીતાને જીવનનો આધાર બનાવ્યો. ગાંધીજી તો કહ્યું હતું કે જ્યારે ક્યારે હું સંકટમાં ફસાતો ત્યારે હું ગીતાનો એક લોકોને પકડીને આગળ વધતો.
❇ ગીતાનું શાશ્વત સંદેશ :
શ્રીમદ્ ભગવત ગીતાનો સંદેશ માત્ર મહાભારતના યુદ્ધ મથક સુધી સિમિત નથી રહ્યો, પરંતુ એ સમગ્ર માનવજાત માટે શાશ્વત માર્ગદર્શક બની ગયો છે. ગીતામાં શ્રીકૃષ્ણએ અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો તે દરેક યુગમાં સમાજ રીતે લાગુ પડે છે. તેનું મુખ્ય તત્વ છે કર્મયોગ. શ્રીકૃષ્ણએ જણાવ્યું કે મનુષ્ય પોતાના અધિકાર મુજબ કર્મ કરવું જોઈએ અને ફળની ચિંતા છોડવી જોઈએ. આ વિચાર એટલો ઊંડો છે કે આજે પણ જીવનના દરેક ક્ષેત્રમાં તેનું અર્થઘટન કરી શકાય છે.
ગીતા શીખવે છે કે જીવનમાં સમતોલતા રાખવી એ સૌથી મોટું જ્ઞાન છે. માણસને સુખમાં આનંદમાં તરબોળ ન થવું જોઈએ અને દુઃખમાં નિરાશ થઈ જવું જોઈએ નહીં. સુખ અને દુઃખ, હાર અને જીત , લાભ અને હાનિ બધું જીવનનો ભાગ છે. એ બધું સ્વીકારીને પોતાના ધર્મ અને ફરજનું પાલન કરવું એ જ સાચું કર્તવ્ય છે. શ્રી કૃષ્ણનો આ ઉપદેશ આજના વૈજ્ઞાનિક યુગમાં પણ એટલો જ યોગ્ય છે, જ્યાં માણસે બહુ મોટો ભૌતિક વિકાસ કર્યો છે પણ મનની શાંતિ ગુમાવી દીધી છે.
ગીતાનો બીજો મહત્વનો સંદેશ છે આત્મજ્ઞાન. ગીતા સમજાવે છે કે આત્મા અવિનાશી છે. શરીર નાશ પામે છે, પરંતુ આત્મા કદી નાશ પામતો નથી. આ વિચાર માણસને નિર્ભય બનાવે છે. મૃત્યુ, નિષ્ફળતા કે નુકસાન સામે ડગમગવા ની જગ્યાએ માણસ જીવનને એક તાત્કાલિક યાત્રા માને છે અને કર્તવ્ય તરફ આગળ વધે છે.
❇ આધુનિક યુગ અને તણાવ :
આધુનિક સમાજ અત્યંત વિકસિત છે. વિજ્ઞાન ટેકનોલોજી, શિક્ષણ ,દવા, અવકાશ અને ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં અદભુત પ્રગતિ થઈ છે, પરંતુ આ પ્રગતિ સાથે જ તણાવ, અસુરક્ષા , નિરાશા અને ભાઈ પણ વધી ગયા છે. માણસે ભૌતિક સુખ તો ઘણું મેળવ્યું છે, પરંતુ અંતરમાં શાંતિ ગુમાવી દીધી છે. આજે દરેક વ્યક્તિ કોઈ પ્રકારના દબાણ હેઠળ જીવે છે. વિદ્યાર્થીઓ પરીક્ષાના તણાવ માં, કર્મચારીઓ નોકરીના દબાણમાં અને વ્યવસાયો નફાની રહ્યા છે. પરિણામે માનસિક બીમારીઓ જેમકે ડિપ્રેશન, ચિંતા અને ઉદાસીનતા વધતી જાય છે.
આવા સમયમાં ગીતા એક શ્રેષ્ઠ ઉપચાર છે. તે શીખવે છે કે તળાવ અને મુશ્કેલીઓ જીવનનો એક ભાગ છે. એમાંથી ભાગવાની જગ્યાએ અત્યારે નથી કરીને આગળ વધવું જોઈએ. ગીતા મનુષ્યને સકારાત્મક દ્રષ્ટિકોણ આપે છે. ક્યારે માણસ કર્મ કર ફળની ચિંતા ન કર ના સિદ્ધાંતને જીવનમાં અપનાવે છે., ત્યારે તે ચિંતા મુક્ત રહીને પોતાનું શ્રેષ્ઠ કાર્ય કરી શકે છે.
❇ ગીતા દ્વારા માનસિક શાંતિ :
શ્રીમદ્ ભગવત ગીતા માત્ર ધર્મ અને કર્તવ્ય વિશે જ નથી બોલતી , પરંતુ તે માનસિક શાંતિ મેળવવાનું ઉત્તમ માર્ગ પણ બતાવે છે. આજના સમયમાં, જ્યારે દરેક માણસ વિવિધ કારણોસર ચિંતા અને તળાવનો ભોગ બની રહ્યો છે, ત્યારે ગીતા ના ઉપદેશો એક પ્રકારની આધ્યાત્મિકતા દવા સમાન છે. ગીતા એ પણ જણાવે છે કે માનસિક શાંતિ મેળવવા માટે અભ્યાસ અને ધ્યાન જરૂરી છે. નિયમિત પ્રાર્થના, સકારાત્મક વિચારધારા અને કર્તવ્ય નિષ્ઠા જીવન માણસને તણાવ મુક્ત રાખે છે.
ગીતા શીખવે છે કે મનુષ્ય એ પોતાના જીવનમાં સમતોલતા રાખવી જોઈએ. સુખ કે દુઃખ, હાર કે જીત, લાભ કે નુકસાન એ બધું જીવનના ચક્રનું એક ભાગ છે. જો મનુષ્ય આ બધામાંથી એકમાં વધારે ફસાઈ જાય તો તેનું માનસિક સંતુલન બગડે છે. શ્રી કૃષ્ણ એ અર્જુનને સમજાવ્યું કે હેત પ્રજ્ઞા પુરુષ તેજ છે જે સુખ દુઃખમાં સંભાવના રાખે છે. આ ઉપદેશ આધુનિક સમયમાં અત્યંત ઉપયોગી છે.
આજના યુવાનો, વિદ્યાર્થીઓને કર્મચારીઓ રોજિંદા દબાણનો સમાનો કરે છે. જ્યારે તેઓ ગીતાના લોકો નો પાઠ કરે છે અથવા તેનો અર્થ સમજે છે ત્યારે તેમના મનમાં એક પ્રકારની શાંતિ ઉત્પન્ન થાય છે.
❇ ગીતા અને શિક્ષણ :
શિક્ષણ કોઈપણ સમાજના વિકાસ માટે આધારશીલા છે. આજના સમયમાં શિક્ષણ ફક્ત નોકરી કે વ્યવસાય મેળવવા માટેનું સાધન બની ગયું છે, પરંતુ સાચું શિક્ષણ એ છે જે વ્યક્તિના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બને. શ્રીમદ્ ભગવત ગીતા શિક્ષણ ક્ષેત્ર માટે અમૂલ્ય માર્ગદર્શિકા છે, કારણ કે તે માત્ર જ્ઞાન મેળવવાનું નહીં પરંતુ જીવન જીવવાનું શાસ્ત્ર છે.
ગીતા શિક્ષણમાં નૈતિક મૂલ્યો ઉમેરે છે. આજના સમયમાં, જ્યાં ભ્રષ્ટાચાર, અસત્ય અને સ્પર્ધાની હોડ વધી ગઈ છે, ત્યાં ગીતા વિદ્યાર્થીઓને સત્ય, અહિંસા, કરુણા અને ફરજ નિ ભાવના તરફ દોરી જાય છે. શિક્ષણનું ધ્યેય માત્ર મગજ ભરી દેવું નથી, પરંતુ માણસના હૃદયને પણ સંસ્કારી બનાવવું છે. પિતા શિક્ષણ માં એકાગ્રતા અને સંયમ પર મૂકે છે. અર્જુન જેમ યુદ્ધ મથક પર મન ડગ મગાવી બેઠો હતો, કેમ વિદ્યાર્થીઓ પણ ઘણી વખત સંકટમાં પડે છે. ક્યારે ગીતા નો ઉપદેશ તેમને સાચો માર્ગ બતાવે છે.
❇ ગીતા અને વ્યવસાય :
આધુનિક યુગમાં વ્યવસાય અને નોકરી માનવ જીવનનો અગત્યનો ભાગ બની ગયા છે. નફો મેળવવાની હોડ , બજાર મટકી રેવાની સ્પર્ધા અને સતત બદલાતી પરિસ્થિતિઓને કારણે માણસ પર ભારે દબાણ આવે છે. આવા સમયે મશીન ભગવત ગીતા માત્ર ધાર્મિક જ નહીં પરંતુ વ્યવસાયિક ક્ષેત્ર માટે પર પ્રેરણા સ્ત્રોત બની શકે છે.
આજના સમયમાં ભ્રષ્ટાચાર, છેતરપિંડી, કાળો ધંધો જેવી પ્રવૃત્તિઓ વધતી જાય છે. ગીતા સમજાવે છે કે સાચી સફળતા ફક્ત સત્ય, સદાચાર અને પારદર્શિતા સ્વરાજ પ્રાપ્ત થઈ શકે છે. આ વિચાર આજના કોર્પોરેટિ જગતમાં એટલો જ મહત્વનો છે જેટલો પ્રાચીન યુગમાં હતો. ગીતામાંથી મેનેજમેન્ટ ના સિદ્ધાંતો પણ જાણવા મળે છે. એક સફળ લેતા પોતાની ટીમના કલ્યાણ માટે કાર્ય કરે છે. શ્રી કૃષ્ણએ યુદ્ધ દરમ્યાન પોતાની જાત માટે કશું ના માગી ને અર્જુન ને માર્ગદર્શન આપ્યું, એ જ સાચા નેતૃત્વ નું ઉદાહરણ છે. આ સિદ્ધાંત આજના વ્યવસાયિક ક્ષેત્રમાં પણ લાગુ પડે છે.
❇ ગીતા અને નેતૃત્વ :
આજના સમયમાં નેતૃત્વ દરેક ક્ષેત્રમાં અત્યંત મહત્વપૂર્ણ બની ગયું છે રાજકારણ હોય કે વ્યવસાય, શિક્ષણ હોય કે સામાજિક ક્ષેત્ર. એક સારો નેતા ફક્ત પોતાના ફાયદા માટે નહીં પરંતુ પોતાની ટીમ સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે કાર્ય કરે છે. આવા નેતૃત્વ માટે શ્રીમદ્ ભગવદ ગીતા ઉત્તમ આદર્શિકા છે.
ગીતા પર ને શીખવે છે કે સાચો નેતા એ છે જે પોતાના સ્વાર્થ ને છોડીને સર્વોચ્ચ માટે કાર્ય કરે છે. શ્રી કૃષ્ણએ મહાભારતમાં અર્જુનને માર્ગદર્શન આપ્યું પરંતુ પોતે યુદ્ધમાં શાસ્ત્ર ન ઉપાડ્યું. તેમણે ફક્ત માર્ગદર્શન પ્રેરણા અને નૈતિકતા દિશા આપી આયે દર્શાવે છે કે નેતાનું કાર્ય તેના પતિ બનાવવાનું નથી, પરંતુ પ્રેરક બનાવવાનું છે.
ગીતા અનુસાર નેતા ના મુખ્ય ત્રણ ગુણ હોવા જોઇએ:
1. સ્થિરતા અને સમતોલતા - સુખ - દુઃખ , હાર - જીત , લાભ - હાનિ માં સંભાવના રાખવી.
2. નિષ્ઠા અને કર્તવ્ય પરાયણતા -પોતાના કર્તવ્યને નિર્ભયતા થી નિભાવ.
3. સતત શીખવાની ભાવના- નાના ને અનુભવથી પોતાને સુધારતા રહેવું.
❇ ગીતા અને સામાજિક જીવન:
શ્રીમદ ભગવદગીતા ફક્ત વ્યક્તિગત જીવનનું જ નહીં, પરંતુ સામાજિક જીવનનું પણ માર્ગદર્શન આપે છે. મનુષ્ય માત્ર એકલા જીવતો નથી; તે પરિવાર, સમાજ અને રાષ્ટ્રનો એક અંગ છે. સમજમાં સુમેળ, નૈતિકતા અને શાંતિ જળવાઈ રહે તે માટે ગીતાના ઉપદેશો અત્યંત પ્રસંગીક છે.
ગીતા સમાજમાં સહિષ્ણુતા અને સહ અસ્તિત્વ પર ભાર મૂકે છે તે કહે છે કે દરેક વ્યક્તિઓનો માર્ગ અલગ અલગ હોઈ શકે છે, પરંતુ અંતિમ લક્ષ્ય એક જ છે-પરમાત્મા સુધી પહોંચવું. આ વિચાર ધાર્મિક સમરસતા અને સામાજિક એકતા નું મૂળભૂત તત્વ છે. ગીતા સમાજમાં કર્તવ્ય નિષ્ઠા નું મહત્વ દર્શાવે છે. દરેક માણસ જો પોતાનું કર્તવ્ય ઈમાનદારીથી નિભાવે, તો સમાજમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ આવી શકે.
❇ ગીતા અને આધ્યાત્મિક જીવન :
શ્રીમદ ભગવત ગીતા મુખ્યત્વે એક આધ્યાત્મિક ગ્રંથ છે. જે મનુષ્યને આત્મજ્ઞાન અને પરમાત્મા સુધી પહોંચવાના માર્ગો બતાવે છે. આજના યુગમાં જ્યાં ભૌતિક પ્રગતિ બહુ ઝડપથી થઈ રહી છે, ત્યાં માણસ આધ્યાત્મિક રીતે ખાલીપો અનુભવે છે. આ ખાલી પૂરો કરવા માટે ગીતા શ્રેષ્ઠ સાધન છે.
ગીતા કહે છે કે મનુષ્ય શરીર નાશવાન છે, પરંતુ આત્મા અવિનાશી છે. આત્મા તો જન્મે છે, ન તો મરે છે. આ જ્ઞાન માણસને ભારયુક્ત બનાવે છે. મૃત્યુ, હાનિ કે સંકટ સામે તે સ્થિર બની શકે છે. આધ્યાત્મિક જીવન માટે આ વિચાર અત્યંત આવશ્યક છે.
ગીતા આધ્યાત્મિકતા માટે ત્રણ મુખ્ય માર્ગ દર્શાવે છે :
1. કર્મયોગ : કર્તવ્ય ઈ પાલન દ્વારા આત્મશુદ્ધિ.
2. જ્ઞાનયોગ: આત્મા અને પરમાત્મા ના તત્વજ્ઞાન દ્વારા મોક્ષ પ્રાપ્તિ.
3. ભક્તિ યોગ : પરમાત્મા પ્રત્યેની અડગ શ્રદ્ધા અને સમર્પણ.
આ ત્રણેય માર્ગો આજના સમયમાં પણ આધ્યાત્મિક શાંતિ મેળવવા માટે અત્યંત ઉપયોગી છે. માણસ જો ભક્તિપૂર્વક ભગવાનને યાદ કરે, જ્ઞાન દ્વારા સત્યની શોધ કરે અને પોતાના કર્તવ્યને નિષ્ઠાપૂર્વક કરે તો તેનું જીવન સંતુલિત અને શાંતિમય બને છે.
❇ ઉપસંહાર :
શ્રીમદ્ ભગવદગીતા એ એવો ગ્રંથ છે જે સમય, સમાજ અને પરિસ્થિતિની સીમાઓને પાર કરી ગયો છે. મહાભારતના યુદ્ધ મથક પર આપવામાં આવેલ આ ઉપદેશ ફક્ત અર્જુન માટે જ ન હતો, પરંતુ સમગ્ર માનવજાત માટે હતો. તેથી જ ગીતાને માનવજીવન નું માર્ગદર્શક કહેવાય છે. ગીતા વ્યક્તિને ફક્ત આધ્યાત્મિક જ નહીં પરંતુ સામાજિક, રાજકીય, શૈક્ષણિક અને વ્યવસાય જીવનમાં પણ માર્ગદર્શન આપે છે. તે મનુષ્યને સ્થિરતા, સમતોલતા અને ધૈર્ય શીખવે છે.
વિશ્વના એક મહાનુભાવો જેમ કે ગાંધીજી, ટોલ્સટોય, આઈન્સ્ટાઈન અને એ.પી.જે . અબ્દુલ કલામ જેવા લોકોને ગીતામાંથી પ્રેરણા મળી છે. આથી સ્પષ્ટ થાય છે કે ગીતા ફક્ત ધર્મ જ નહીં, પરંતુ જીવન જીવવાની કલા શીખવાડે છે.
ઉપસંહાર રૂપે કહી શકાય કે ગીતા એ સત્ય, ધર્મ અને માનવતાનું શાસ્ત્ર છે. તેનો અભ્યાસ દરેક યુગમાં, દરેક વ્યક્તિ માટે અનિવાર્ય છે. જો આધુનિક સમાજમાં ગીતા ના આદર્શોને જીવનમાં ઉતારે તો વ્યક્તિગત શાંતિ, સામાજિક સુમેળ અને વૈશ્વિક સમરસતા પ્રાપ્ત કરી શકાય.
Comments
Post a Comment